Dr. Keshubhai Desai English Language
rss rss rss rss rss Find us on:
 
  નવલક્થાઓ રેખા ચિત્રો વક્તવ્યો નિબંધો
  વાર્તાસંગ્રહો નાટ્કો કવિતાઓ જીવન ઝરમર

હિયારું ર્જ

એક વ્યક્તિનું કામ નથી..સમુહનું જુઓ શુભ પરિણામ

 

Dear Reader,

 

In this section we  welcome your valuable piece of writing or article to strengthen our Gujarati language.

Please submit your literary work to openbharat@gmail.com or can directly submit the form [ here ]

 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

મારી માતૃભાષાનું સૌન્દર્ય: કિરીટકુમાર ભક્ત

 

હું વરસો થી વિદેશની ધરતીમાં ફરું છું અરબ દેશો, આફ્રીકા, દક્ષીણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને યુરોપ.. મહદ અંશે મને અંગ્રેજી ઉપરાંત ઘણી બધી ભાષાઓનું શબ્દ ભંડોળ અને જ્ઞાન છે. મારી ઉંમરનાં ઘણા માબાપોને મેં તેમના સંતાનોને ગુજરાતી ભાષાની ગુણવત્તા સમજાવવામાં નિષ્ફળ નિવડતા જોઇને ક્યારેક બહુ ચિંતવેલુ અને લખેલુ આ લખાણ સૌ ગુજરાતી ભાષાનાં ચાહકોને ગમશે.

મારી માતૃભાષાની સમૃધ્ધિનાં નિમ્નલીખીત દ્રષ્ટાંતો આપને ગમશે. જેમાં એક શબ્દમાં સહેજ ફેર કરવાથી અર્થ સમુળગો બદલાઇ જાય્.

 

૧. શાપ અને શંકરના ગળામાંથી શાપ નીકળ્યો. સાપ અને શંકરે ગળામાં સાપનો હાર પહેર્યો.
૨.શરત તને એ શરત તો યાદ છે ને ? સરત્-તને તેને કહેવાનું સરત ન આવ્યું.
૩.ઉદર અનાજ હશે તો ઉદર ભરાશે ઉંદર ઉંદર ભરાશે તો અનાજ બગાડશે.
૪.કાપ શેરડીનો કાપ મોડો પડશે કાંપ શેરડી માટે જમીનમાં કાંપ જરુરી છે.
સડેલું લોહી કાપ મૂક્યા વગર શેં નીકળશે?
હવે ગરમીમાં વીજળીનો કાપ શરુ

૫.-આખો-આગથી આખો મલક સળગી ગયો. આંખો મરચું લાગવાથી આંખો સળગી ઉઠી.

૬.ભાળો અહીં આ જ ઘાસમાં સાપને ભાળો. ભારો આ મેં કાપેલો ઘાસનો ભારો.
૭.સંભાળ-માંદગીનો વાવર છે તબિયત સંભાળ. સંભાર પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર.
૮.રાશિ બારમાંથી તારી રાશિ કયી છે. રાશી બારમાંથી કયો પુરુષ રાશી છે.
૯. વારિ- મહેમાન માટે કળશમાં વારિ આણો. વારી-મહેમાન તમો મોંઘેરા,તમારા પર વારી જાઉં. વાળી-ધન ગંગાબાઇની વાળી,સવા વાલ થયા વનમાળી.
૧૦.સરઘસ-ચુંટણીપ્રચારનું સરઘસ. સરકસ નેતાઓનું વિધાનસભામાંનું સરકસ.
૧૧.કૃતઘ્ન-મીરજાફર કૃતઘ્ન. કૃતજ્ઞ- ભામાશા કૃતજ્ઞ
૧૨.ઉગાડવું ખેડૂતો અનાજ ઉગાડે છે. ઉઘાડવુ ઘર ઉઘાડવુ
૧૩.નળપાણી માટેનો નળ. નર પાણી વગરનો નર.
૧૪.નિશ્ચિત-એનું મરણ ઓપરેશન પછી પણ નિશ્ચિત છે. નિશ્ચિંત-એનું ઑપરેશન થઇ જતાં જ અમે નિશ્ચિઁત થઇ ગયા.
૧૫.ભાગી-એનો દીકરો ગામ છોડી ભાગી ગયો. ભાંગી-એની દીકરી વિદાયમાં એ ભાંગી ગયો.
૧૬. કમળ-કમળનાં ફુલ હાથમાં રાખો. કમર-હાથ કમર પર રાખો.
૧૭.ચાલ-તું મારી સાથે ચાલ. ચાળ તું આ લોટને ચાળ.
-
આ ચાલમાં તે રહે છે.
-
તું એની ચાલમાં જરુર ફસાવાનો !
-
ઘોડાની આ ચાલ ને રેવાલ કહે છે.
-
આ છોકરીની ચાલ લટકાળી છે.
૧૮.ગોર ગોર મહારાજ કથા કહેશે. ગોળ- પૃથ્વી ગોળ છે. -અમે આ ગોળમાં કન્યા આપતાં નથી. ગૉળ- ગૉળ નાખો એટલું ગળ્યુ થાય.
૧૯.શાળા- આ મારી પ્રાથમિક શાળા. સાળા-આ મારા મોટા સાળા. સારા અક્ષર કેટલાં સારા. સાલા- સાલા,તું માણસ છે કે ?
૨૦.માસ- ફાગણનો માસ. માંસ- બકરાનું માંસ.

૨૧.ગાળ-તું ગાળ બોલે છે,એટલે.. ગાલ- તને ગાલ પર તમાચો પડ્યો.
૨૨.મરી-મારો મિત્ર અકસ્માતમાં મરી ગયો. મળી-મારો મિત્ર અકસ્માતે જ મળી ગયો.
૨૩.માળો-ચકલી નો માળો. મારો- આ કમરો મારો છે. -એ દોષી નથી,એને કાં મારો? -આગ પર પાણીનો મારો ચલવાયો.
૨૪.શાલ- આ સુંદર કાશ્મિરી શાલ ! સાલ- આ સાલ વરસાદ સારો છે. સાલ- સાગનું લાકડું સાલ કરતાં મજબૂત હોય છે.
૨૫.સાંભળવું-હું બાળપણમાં ગામને ચોરે રામાયણ સાંભળતો. સાંભરવું- મને ગામનો ચોરો જોઇ બાળપણ સાંભરતું.
૨૬.ચૂક-સેવામાં ચૂક રહી ગઇ ફોય તો,માફ કરશો. -તું આ તક ના ચૂક. -તને શી પેટમાં ચૂંક આવે છે. -લે ,આ દિવાલમાં ચૂંક મારી દે.
૨૭.નાસતો-પોલીસે નાસતો ચોરને પકડી લીધો. નાસ્તો- પોલીસ નાસ્તો કરતી રહી,અને ચોર ભાગી ગયો.
૨૮. હશે હશે ભાઇ!ભૂખ્યો છે. તે આવતો જ હશે. હસે- હસે તેનું ઘર વસે.
૨૯.ગુણ-આ તમારો ગુણ.. ગૂણ-આ બાજરીની ગૂણ.
0.સુર-દેવ. સૂર-તાનસેન નો સૂર.
૩૧.વધુ-આવર્ષે વર્સાદ વધુ પડ્યો -વધૂ,વંશ વધારે તે વધૂ
૩૨.લક્ષ-લાખની સંખ્યા લક્ષ્ય ધ્યેય કે નિશાન,
૩૩.રવી- વસંત ઋતુ રવિ સૂર્ય કે રવિ વાર્
,
૩૪.મૂડી- મિલ્કત મૂંડી માથુ
,
૩૫.માળે-ઉપલો માળ મારે -મારે ઘરે
,
૩૬.સફર-યાત્રા સફળ- સફળ
,
૩૭શિલા-પથ્થર્ શીલા ચારિત્ર વાન્
,
૩૮.પાણી-જળ પાણિ હસ્ત હાથ

૩૯. ચિતા-આગ ચિંતા-દુખદ વિચારો

આપ પણ વિચારશો તો આવુ ઘણુ બધુ આપણી ભાષામાં છે જે ગર્વ કરવા જેવી વાતો છે. આનુ સંવર્ધન એ આપણી વાચક અને લેખક તરીકે ફરજ છે.

 


બસ ! એટલું જ: ડૉ. આઈ. કે વીજળીવાળા

 

ભણવામાં ખૂબ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

 

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો હતો . ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે એની પરીક્ષા ખૂબ સરસ રહી. યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં એમણે ઊભા થઈ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

 

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ ટેબલ પર મૂકીને વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક માગણી પૂરી કરવામાં બાપનો જીવ ચાલ્યો વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ચાલ્યો એનું એને ખૂબ લાગી આવ્યું. પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે હવે તમને મોં બતાવીશ. પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના જતો રહ્યો.

 

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો હતો એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ આપ્યું, યાદ આવતાં એનું મન કડવાશથી ભરાઈ જતું.

 

પરંતુ એક દિવસ વહેલી સવારથી જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ આવતી હતી. હવે તો ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું કંઈક યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણેહેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી શકાયું વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

 

ઘરે આવીને સીધો પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એમ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ આગ્રહી હતા, બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર એના પિતાએ લખ્યું હતું:


હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

યુવકને આજે પોતાના પિતાએ લખેલ શબ્દો બાઈબલના શબ્દો જેટલા મહાન લાગ્યા. શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો દિવસની….!

 

કંઈકેટલીય વાર સુધી નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. પછી કલાકો સુધી સૂનમૂન બની પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

***

ભેટ આપણે ધારીએ રીતે મળે તો આપણે એનો સ્વીકાર કરીએ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશુંકારણ એક કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું !

 

એક હજાર લખોટીઓ  : ડૉ. આઈ. કે વીજળીવાળા

એક   દિવસ વહેલી સવારે   એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો . આમ તો દરરોજ એ એટલો બધો બિઝી ( વ્યસ્ત   રહેત કે રેડિયો , ટી . વી . કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમા સ્થાન જ નહોતું . 
રાતદિવસ પોતાના ધંધાના   વિચારોમાં જ ખોવાયેલો રહેતો . એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે જોડે ભોજન ક્યારે લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ?  

 એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો . ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા . જો કે રેડિયો સાવ અમસ્તો   જ નહોતો શરૂ કર્યો !   હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી . કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ   થઈ . એટલે હવે સવારના એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો . 
  
રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો . એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી . એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના   પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે , ' ટૉમ,    તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે ... હું જાણું છું કે તું ખૂબ જ બિઝી ( વ્યસ્ત ) રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે , પરંત તેં ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે ? 
ઘણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો   છો . તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો . તને યાદ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી આપી શક્યો નહોતો ,   ખરું ને ?' એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો . 
પેલા બિઝનેસમૅનને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો . થોડુંક વૉલ્યુમ વધારી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો .
 
રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું ,  ' ટૉમ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી   છે . વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું . પુરુષની સરેરાશ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે . જોકે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે , પરંતુ સરેરાશ ઉંમર પંચોતેર વરસની હોય છે . હવે એ 75 ને  52 વડે ગુણી નાખ્યા , કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે . ગુણાકાર આવ્યો 3900. એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે . ( પરદેશમાં શનિવાર સૌથી આનંદનો દિવસ ગણાય છે , કારણ કે એના બીજા દિવસે રજા હોય છે !) 
જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વરસ ઉપર . એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો ! હવે જો હું 75 વરસ સુધી જ જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર
બચ્યા હતા ! 
એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યાં હતાં ! 
મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા . હું વિચારમાં પડી ગયો . ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ , બેચાર સ્ટોરમાં રખડીને હું એક હજાર લખોટીઓ લઈ આવ્યો . એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી . દર શનિવારે હું એમાંથી એક લખોટી કાઢીને ફેંકી દઉં છું . 
જેમ જેમ હું એ બરણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો , સગાંવહાલાં અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે . અગત્યના અને કરવા જેવાં કામોની મેં યાદી પણ બનાવી
લીધી છે અને હા , તમારી જિંદગીના ઘટતા જતાં દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે !'
 
રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ . પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો , ' હા તો ટૉમ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી ! મારા દોસ્ત ! આજે મને 75 વરસ પૂરાં થયાં . અત્યારે હું મારી વહાલી પત્ની તેમ જ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા લઈ જવાનો છું . હવે મારી બરણી ખાલી છે . 
હવે પછીનો દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે . હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું . હું ઈચ્છું કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે . એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે ! તું એવું કરી શકે એના માટે તને મારી શુભેચ્છાઓ ! હું હવે રજા લઉં છું દોસ્ત ! બાય !'
 
રેડિયો પર વાર્તાલાપ પૂરો થયો . એની અસર એવી હતી કે પેલો બિઝનેસમૅન ઊંડા વિચારમાં પડી ગયો . થોડી વાર પછી એ ઊભો થયો . બેચાર ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના માળે જઈ પોતાની પત્ની તેમ જ બાળકોને ઉઠાડ્યા . બધાને નવાઈ લાગી . 
કોઈ પણ વાર હોય , સવારના પાંચ વાગ્યામાં જ બિઝનેસની પળોજણમાં પડી જતાં એ માણસને આજે હળવા મૂડમાં   જોઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થતું હતું . છતાં કંઈ પણ બોલ્યા વિના બધા તૈયાર થવા લાગ્યા .   ઘરના બધા જ સભ્યો તૈયાર થઈને નીચે બેઠકખંડમાં આવ્યા એટલે બિઝનેસમૅને એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટલમાંનાસ્તો કરવા જવાનું   છે અને એ પછી બાજુના દરિયાકિનારે પિકનિક પર ! 
ઘરની દરેક વ્યક્તિ આનંદના   આઘાતમાં સરી ગઈ . પણ કોઈએ કંઈ જ દલીલ કરી નહીં .  એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી   એ પળોને દલીલોથી દુષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી . 
  
 બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા . દરેકનો ચહેરો હસતો હતો . મનમાં કંઈક જુદા જ પ્રકારની   ખુશી હતી .  બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે એ બિઝનેસમૅને ગાડી ઊભી રાખી .  બધા ચૂપ થઈ ગયા . એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું , ' કેમ તમારો   વિચાર બદલી ગયો કે શું ? અહીંયા કેમ ઊભા રહી ગયા ?'  
  બિઝનેસમૅન થોડી વાર વહાલથી એની સામે જોઈ રહ્યો . પછી હસીને બોલ્યો , : ' નહીં વહાલી ! વિચાર નથી બદલ્યો ! આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે !'
 
"There is Sufficiency in the World for Mans' Need but not for Mans' Greed."


દોસ્ત, હું ગુજરાત છું.  જય વસાવડા

 

જેના મેળામાં રાજુડીનો નેડો  લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે,   ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને  ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની  ધુંસરી જેવું નક્કર ગુજરાત.

 

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી  ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ  સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને  કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી  કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી  ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું  ફુમતું છું હું, ગુજરાત!

 

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય  છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી  ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં  જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં  ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

 

મારામાં ધરતીની છાતી ચીરીને  નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર  સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી,  અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો  વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા  ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

 

ભારતની  છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની  પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા  અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની  રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને  ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો  ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર  ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા  હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

 

હું આખા એશિયામાં સંભળાતી ગીરના  સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા  દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને  જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા  છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે  એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ  જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી  ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ  પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

 

વ્હાલા, હું ગુજરાત  છું.

 

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું  યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું  બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા  નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા  રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ  ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ  સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર  નથી.

 

 

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ  સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે.