|
કે આવ્યો. આજ બાવાને ઘેર બીજો બાવો
ન્હોવય જાણે જનમ જનમ કેરો લ્હા વો !
ઓચિંતો આવી કેવી ચૂંટી ખણીને મુંને
ઘેરી નીંદરથી જગાડયો,
એકાદો તણખો શું ફૂંકમાં ઉડાડયા કે
ભવભવનો ભોરિંગ લગાડયો !
આયખાની એક ૫ળ સોને મઢીને મારા
આતમના ઓરડડાને લીંપ્યો ,
અંદર તો વ્હાલ૫ના મીઠા મલકાટ
મુંને ઉ૫ર ઉ૫ર ખુબ દીપ્યો,
નો'તો મું નોતર્યો કે નો' તો કંકોતર્યો -
(તોય) વાડયો અંડોળીને આવ્યો
એને કયાં રે બેસાડવો તે કયાં રે પોઢાડવો
(અંતે) હૈયાના ગોખલે સમાવ્યો.
જુગ જુગથી જોઉં વાટ શબરીની જેમ, ત્યાં
સામે ચાલીને રામ આવ્યોર !
આવ્યોચ તો આવ્યોન શું - મીઠાંમઘ બોર કેરી
લાખેણી પોઠ ભરી લાવ્યો ....
ન્હોણય જાણે ૫રભવનાં પુણ્ય-નો ઉગાવો
કે આવયો આજ બાવાને ઘેર બીજા બાવો ! ! !
(પૂ. મોરારિબાપુના આગમનના સમાચાર એમના સ્વીમુખે સાંભળીને સ્ફુરેલી ઊર્મિ)
સ્વરુપ
અડધો હું કાગડો ને અડધો હું હંસ છું
અડધો છું કાનજી- અડધો હું કંસ છું
ઊગ્યો છું આભલે કૈં અજવાળાં વાવવા
અડધો ચાંદિલયો ને અડધો અવતંસ છું
ભીનો ભીતર બ્હારે કોરો ધાકોર છું
અડધો વરસાદ અડધો છપ્પનિયો દંસ છું
અડઘો રાજવી છું રાજવી અડઘો અવઘૂત છું
બ્રહ્માંડો સર્જનારો પંડે નિર્વંશ છું
અડઘો શયતાન અડઘો અલ્લાંનો દૂત છું
અડઘો સંસ્કૃત છું અડઘો અ૫ભ્રંશ છું
અડઘો શામળશા ને અડઘો નરસિંહ છું
તુલસી સૂરદાસ ને અડઘો મીરાંનો અંશ છું
પૂરણને પામવાનાં ફાંફાં શાં મારવાં ?
અડઘો તો અડઘો ૫ણ હું તારો તો વંશ છું ! |