Dr. Keshubhai Desai

English Language
rss rss rss rss rss Find us on:
 
  નવલક્થાઓ રેખા ચિત્રો વક્તવ્યો નિબંધો
  વાર્તાસંગ્રહો નાટ્કો કવિતાઓ જીવન ઝરમર

જન્‍મ : તા. 3 મે, ૧૯૪૯; ખેરાલુ (ઉત્તર ગુજરાત).
કિશોરવયથી જ વાર્તાક્ષેત્રે પ્રવૃત્ત ર્ડા. કેશુભાઈ દેસાઈ શબ્‍દ સાથે આઘ્‍યાત્‍મિક અનુબંધ ધરાવતા અક્ષરયાત્રી છે. વર્ષો પૂર્વે 'ચાંદની'માં પ્રગટ થયેલ પ્રથમ વાર્તા 'જટાળો ભૂત' થી આરંભાયેલી યાત્રા સત્તર માતબર નવલકથાઓ, ચાર વાર્તા સંગ્રહો, રેખાચિત્રો, નાટકો અને નિબંધોનાં સંકલનો ઉપરાંત ઉત્તમોત્તમ અનુવાદો પર્યંત વિસ્‍તરી છે. ઉત્તર ગુજરાત અદના ખેડૂત પરિવારમાં જન્‍મેલા લેખક એમ.બી; બી.એસ. થયેલા છે. મેડિકલ પ્રેકિટસ કરતાં કરતાં અમને વાર્તાઓ સામે ચાલીને સાંપડતી રહી તે એ હદે કે એક દિવસ એમણે તલોદ (સાબરકાંઠા) ખાતેની  હોસ્‍પિટલને તાળુ મારીને કલમને ખોળે માથું મૂકી દીધું !
ર્ડાકટર હોવાને કારણે જ કદાચ એ અદના માનવીના મનનું પણ આબાદ 'ડિસેકશન' કરી જાણે છે, અને એવી રમણીય કથાસૃષ્‍ટિ રચે છે કે વાચક વખતપૂરતો એમાં સાંગોપાંગ સંડોવાઈ જાય છે.
માણસમાં સંતાયેલા માણસને ઢંઢોળવામાં વ્‍યસ્‍ત ર્ડા. કેશુભાઈ દેસાઈ સાહિત્‍યકારના સમાજધર્મ પરત્‍વે અત્‍યંત જાગૃત છે. તેઓ જાહેરજીવનમાં પણ સક્રિય છે. સ્‍વિટ્ઝર્લેન્‍ડની સરકારના વિશેષ નિમંત્રણથી તેઓએ યુરોપની સાંસ્‍કૃતિક યાત્રા કરેલી છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સુત્રધાર તરીકે પણ તેમણે સીમાચિહ્નરૂપ કામગીરી બજાવેલ છે.